2 કરિંથીઓને 5 : 1 (GUV)
કેમ કે અમે જાણીએ છીએ કે જો અમારું પૃથ્વી પરનું માંડવારૂપી ઘર નષ્ટ થાય, તો આકાશમાં ઈશ્વરે રચેલું, હાથે બાંધેલું નહિ, એવું અમારું સનાતન ઘર છે.
2 કરિંથીઓને 5 : 2 (GUV)
કેમ કે અમારું જે સ્વર્ગીય ઘર છે. તેનાથી વેષ્ટિત થવાની અભિલાષા રાખીને, અમે આ માંડવામાં રહેતા ખરેખર નિસાસા નાખીએ છીએ.
2 કરિંથીઓને 5 : 3 (GUV)
જો એ પ્રમાણે વેષ્ટિત થઈએ તો અમે નગ્ન ન દેખાઈએ.
2 કરિંથીઓને 5 : 4 (GUV)
કેમ કે અમે આ માંડવામાં રહેતાં બોજાને લીધે ખરેખર નિસાસા નાખીએ છીએ. મરણ જીવનમાં ગરક થઈ જાય એ માટે અમે તેને ઉતારવાને ચાહીએ છીએ. એમ તો નહિ, પણ વેષ્ટિત થવાને ચાહીએ છીએ.
2 કરિંથીઓને 5 : 5 (GUV)
હવે જેમણે અમને એને અર્થે તૈયાર કર્યા તે ઈશ્વર છે. તેમણે અમને આત્માનું બાનું પણ આપ્યું છે.
2 કરિંથીઓને 5 : 6 (GUV)
માટે અમે સદા હિંમતવાન છીએ, અને એવું જાણીએ છીએ કે, શરીરમાં વાસો કરીએ ત્યાં સુધી અમે પ્રભુથી વિયોગી છીએ.
2 કરિંથીઓને 5 : 7 (GUV)
(કેમ કે અમે વિશ્વાસથી ચાલીએ છીએ, દષ્ટિથી નહિ).
2 કરિંથીઓને 5 : 8 (GUV)
માટે અમે હિંમતવાન છીએ, અને શરીરથી વિયોગી થવું તથા પ્રભુની પાસે વાસો કરવો, એ અમને વધારે પસંદ છે.
2 કરિંથીઓને 5 : 9 (GUV)
એ માટે [શરીરરૂપી] ઘરમાં હોઈએ કે બહાર હોઈએ, પણ તેમને પસંદ પડીએ એવી ઉમેદ અમે રાખીએ છીએ.
2 કરિંથીઓને 5 : 10 (GUV)
કેમ કે દરેક શરીરમાં રહીને જે જે ભલું કે ખરાબ કર્યું હશે તે પ્રમાણે ફળ પામવાને આપણ સર્વને ખ્રિસ્તના ન્ચાયાસન આગળ પ્રગટ થવું પડશે.
2 કરિંથીઓને 5 : 11 (GUV)
માટે પ્રભુનું ભય જાણીને અમે માણસોને સમજાવીએ છીએ, પણ અમે ઈશ્વરને પ્રગટ થયેલા છીએ. અને તમારાં અંત:કરણોમાં પણ અમે પ્રગટ થયા છીએ એવી હું આશા રાખું છું.
2 કરિંથીઓને 5 : 12 (GUV)
અમે ફરીથી તમારી આગળ પોતાનાં વખાણ કરતાં નથી, પણ જેઓ હ્રદયમાં નહિ, પણ બહારનો ડોળ રાખીને અભિમાન કરે છે, તેઓને ઉત્તર આપવાનું [સાધન] તમારી પાસે હોય, એ માટે અમારે વિષે તમને અભિમાન કરવાનો પ્રસંગ આપીએ છીએ.
2 કરિંથીઓને 5 : 13 (GUV)
કેમ કે જો અમે ઘેલા હોઈએ, તો તે ઈશ્વરને અર્થે છીએ. અથવા જો સજાગ હોઈએ, તો તે તમારે અર્થે છીએ.
2 કરિંથીઓને 5 : 14 (GUV)
કેમ કે ખ્રિસ્તનો પ્રેમ અમને ફરજ પાડે છે; કારણ કે અમે એવું [ચોક્કસ] સમજીએ છીએ કે, એક સર્વને માટે મર્યા માટે સર્વ મર્યા;
2 કરિંથીઓને 5 : 15 (GUV)
અને જેઓ જીવે છે તેઓ હવેથી પોતાને અર્થે નહિ, પણ જે તેઓને માટે મર્યા તથા પાછા ઊઠયા, તેમને અર્થે જીવે, માટે તે સર્વને વાસ્તે મર્યા.
2 કરિંથીઓને 5 : 16 (GUV)
માટે હવેથી અમે કોઈને બહારના દેખાવ ઉપરથી ઓળખતા નથી. અને જોકે અમે ખ્રિસ્તને બહારના દેખાવ પરથી ઓળખ્યા હતા, તોપણ હવેથી [તેમને એમ] ઓળખતા નથી.
2 કરિંથીઓને 5 : 17 (GUV)
માટે, જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ [છે]:જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે; જુઓ તે નવું થયું છે.
2 કરિંથીઓને 5 : 18 (GUV)
પણ સર્વ ઈશ્વર તરફથી છે, જેમણે ખ્રિસ્તની મારફતે આપણું સમાધાન પોતાની સાથે કરાવ્યું, અને સમાધાન [પ્રગટ કરવા] ની સેવા અમને સોંપી.
2 કરિંથીઓને 5 : 19 (GUV)
એટલે, ઈશ્વર ખ્રિસ્તમાં પોતાની સાથે જગતનું સમાધાન કરાવીને તેઓના અપરાધ તેઓને લેખે ગણતા નથી, અને તેમણે અમને સમાધાનનો સંદેશો સોંપેલો છે.
2 કરિંથીઓને 5 : 20 (GUV)
એ માટે અમે ખ્રિસ્તના એલચી છીએ, જાણે કે ઈશ્વર અમારી મારફતે વિનંતી કરતા હોય તેમ, અમે ખ્રિસ્ત તરફથી તમારી આજીજી કરીએ છીએ કે, ઈશ્વરની સાથે સમાધાન કરો.
2 કરિંથીઓને 5 : 21 (GUV)
આપણે તેમનામાં ઈશ્વરના ન્યાયીપણારૂપ થઈએ, માટે જેમણે પાપ જાણ્યું નહોતું તેમને તેમણે આપણે માટે પાપરૂપ કર્યા.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21

BG:

Opacity:

Color:


Size:


Font: